વરીએ તો શામળિયો વરીએ રે, ચતુરવર વરીએ, તેનું તો એવાતન કાચું ૪/૪

વરીએ તો શામળિયો વરીએ રે, ચતુરવર વરીએ... ટેક.
તેનું તો એવાતન કાચું, પરણી રંડાવું પાછું;
	તેને ઘર શું પાણી ભરીએ રે...ચતુર૦ ૧
જેને પરણે દુ:ખ જાયે, અખંડ સોહાગ થાયે,
	તેને સંગે પ્રીતિ કરીએ રે...ચતુર૦ ૨
સર્વે સંસારી જૂઠાં, શું થાવાનું રુઠયાં ત્રુઠયાં;
	તેને તુચ્છ જાણી ફરીએ રે...ચતુર૦ ૩
બ્રહ્માનંદ કેરે વહાલે, લટકાળે નંદલાલે;
	હાથ મારો સા’યો હરિએ રે...ચતુર૦ ૪
 

મૂળ પદ

મુખડાની માયા લાગી રે, મોહન તારા

મળતા રાગ

મેવાડી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી