સુણ સાહેલી, સહજાનંદ સંગાથે મારે પ્રીતડી ૧/૪

સુણ સાહેલી (૨) સહજાનંદ સંગાથે મારે પ્રીતડી;
	તે તો નવ છૂટે (૨) અંતર માંહે અલૌકિક એવી ટેવ પડી...ટેક.
હું ડરું નહિ હવે કોઈ ભાગી, મેં તો લોકલાજ સર્વે ત્યાગી;
			મારી લગની એ સાથે લાગી...સુણ૦ ૧
મુને ઘરધંધો દીઠો ન ગમે, મારું મનડું તો તે પાસ ભમે;
			વહાલો હૃદિયામાં દિન-રાત રમે...સુણ૦ ૨
મેં તો સમજી કીધું અચળ સહી, બહુ કૂટી થાક્યાં લોક કહી;
			હવે તો શિર સાટાની વાત થઈ...સુણ૦ ૩
સહુ વિસાર્યું તન ધન કુટુંબ સગું, એથી અધક્ષણ મન ન રહે અળગું;
			બ્રહ્માનંદ કહે મારું મન વળગ્યું...સુણ૦ ૪
 

મૂળ પદ

સુણ સાહેલી, સહજાનંદ સંગાથે મારે પ્રીતડી

મળતા રાગ

સોરઠ ઢાળ : મન મોહ ટળે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

અજાણ સ્વરકાર
અજાણ
Studio
Audio
3
1