દૂરીજન દેખશેરે, પાલવડો મારો મેલ છબીલા;૧/૪

પદ ૧૩૭૮ મું.- રાગ કાફી.૧/૪

દૂરીજન દેખશેરે, પાલવડો મારો મેલ છબીલા; છબી. ટેક

દેખશે ઓલ્યા લોક દૂરીજન, જાશે મારી લાજ;

સાસુ પુછશે ક્યારની વહુ તું, ક્યાં ગઇતી આજ. છબી. ૧

સરખી સૈયર જાણશેરે, મને બોલશે વાંકા વેણ;

ઉભી છે બહુ કદમની છાયે, કાનજી કીધો સેણ. છબી. ૨

પાલવ મેલને પાતળિયા, મને થઇ છે ઝાઝી વાર;

હૈયે હાથ ન નાંખશોરે, મારો ત્રુટશે નવસરહાર. છબી. ૩

જાવા દ્યો મુજને માવજીરે, મારે ઘેર છે ઝાઝું કામ;

આવીશ પાછી પાતળિયારે, માનો પ્રેમાનંદના શ્યામ. છબી. ૪

મૂળ પદ

દૂરીજન દેખશેરે, પાલવડો મારો મેલ છબીલા;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
16
2