વેરણ થઇને લાગીરે વાંસલી વેરણ થઇ, કીધી વ્રજ અબલાને વેરાગીરે.૨/૪

પદ ૧૪૦૩ જુ૨/૪

વેરણ થઇને લાગીરે વાંસલી વેરણ થઇ, કીધી વ્રજ અબલાને

વેરાગીરે. વાંસ. ટેક

મદનભરી વાગે અતિ વસમી, ખટકે છે જઇને આગીરે. વાંસ. ૧

પતિસુતમાંથી પ્રીત તજીને, થઇ છું સર્વે ત્યાગીરે. વાંસ. ૨

વ્રજવિનતાનું જીવન સર્વસ, લઇને થઇ છે બડભાગીરે. વાંસ. ૩

પ્રેમાનંદને નાથ અધર ધરી, રસિયે શ્યામ સોહાગીરે. વાંસ. ૪

મૂળ પદ

વાંસલડી કુંણ વાયેરે, વેરણ વાંસલડી કુંણ વાયેરે.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
વિડિયો
ધરમશીભાઇ કાચા
અજાણ રાગ
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Live
Video
0
0