જીવન જમુના તીરેરે, વાયે જીવન જમુના તીરેરે;૩/૪

પદ ૧૪૦૪ થું.૩/૪
 
જીવન જમુના તીરેરે, વાયે જીવન જમુના તીરેરે;
મારું વિંધ્યું મન બલવીરેરે. વાયે, જી.ટેક
મંત્ર ભણીને મધરાતે મોહન, ટેર સુણાવે ધીરે ધીરેરે. વાયે જી. ૧
સાંભળતામાં સરવે ભૂલી, ડોલી દરદની પીરેરે. વાયે જી. ૨
હૈડું મારું ભરાઇને આવ્યું, નેત્ર ભરાયા છે નીરેરે. વાયે જી. ૩
પ્રેમાનંદના નાથને મળવા, ઉપજ્યો વિરહ શરીરેરે. વાયે જી. ૪ 

મૂળ પદ

વાંસલડી કુંણ વાયેરે, વેરણ વાંસલડી કુંણ વાયેરે.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી