રૂડી તારી મૂછની રેખા ઊપડતી રે ૩/૪

રૂડી તારી મૂછની રેખા ઊપડતી રે;
	ચિત્ત ચોર્યું ચાલુ લડથડતી	...રૂડી૦ ટેક.
હૈડામાં વસી મારે હાંસી રે, એને સમરે છે જોગ અધ્યાસી રે;
	જાણે પ્રેમ તણી માંડી ફાંસી	...રૂડી૦ ૧
હેતે દંત બત્રીસી હેરી રે, ઠીક થઈને વૃત્તિ મારી ઠેરી રે;
	કાજુ કળિયું તે દાડમ કેરી	...રૂડી૦ ૨
વાલા મોરલી ધીરે સ્વરે વાજો રે, પ્રીતે અધર અમૃતરસ પાજો રે;
	જ્યાં જાઓ ત્યાં સાથે તેડી જાજો...રૂડી૦ ૩
જ્યારે ચાવો છો પાન સોપારી રે, છોળો આવે તંબોળની બા’રી રે;
	તેનો બ્રહ્માનંદ અધિકારી	...રૂડી૦ ૪
 

મૂળ પદ

વાલા મારી સૂધબૂધ તેં હરી લીધી રે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી