છોગાળા છોગલું તારું રે મનમાં ગમ્યું છે;૨/૪

પદ ૧૪૧૭ મું.૨/૪
 
છોગાળા છોગલું તારું રે મનમાં ગમ્યું છે;  મન. ટેક
છેલ કુંવર તારાં છોગલાં ઉપર, તન મન ધન લેઇ વારુંરે.  મન ૧
જડી રાખું જીવડલા સાથે, ચિત્તમાંથી પળ ન વિસારું રે.  મન ૨
પાતળિયા વર છોગું તમારું, જીવન ધન છે મારુંરે.  મન ૩
પ્રેમાનંદ કહે પ્રીત કરીને, નીત નીત ચિત્તમાં સંભારુંરે.  મન ૪ 
 

મૂળ પદ

અલબેલા આવો ઓરારે, અરજ કરું છું

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી