કાનુડે કામણગારે મા કામણ કીધું;૩/૪

પદ ૧૪૧૮ મું.૩/૪

કાનુડે કામણગારે મા કામણ કીધું;  કાનુ. ટેક

હું તો ગઇ મા પાણીડું રે ભરવા, ઉભો હતો જમુનાને આરે  મા. કામ. ૧

શું રે જાણું જે મને શું કરી દીધું, નટવરે નેણુંને નજારે  મા. કામ. ૨

લટકે તે આવી મને હસીને બોલાવી, શુંરે વખાણું વારેવારે  મા.કામ. ૩

 પ્રેમાનંદના નાથની મૂરતિ, આવીને વશી છે, મન મારે  મા. કામ. ૪

મૂળ પદ

અલબેલા આવો ઓરારે, અરજ કરું છું

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી