જીવન જોયા વિના રે મન અકળાયે;૩/૪

પદ ૧૪૨૨ મું.૩/૪
 
જીવન જોયા વિના રે મન અકળાયે;  જીવ. ટેક
કામ કાજ મને કાંઇ નવ સુજે, ઘરમાં ક્ષણું ન રે'વાયે.  જીવ ૧
નંદકુંવર જોયા વિના મુજને, પળ છીન જુગ સમ જાયે. જીવ. ૨
અણદીઠે અકળાઉં સજની, દીઠે હરખ ન માયે.  જીવ. ૩
પ્રેમાનંદના નાથ વિના મને, જીવમાં જંપ ન થાયે.  જીવ ૪ 

મૂળ પદ

ધૂતારે મુને કાન રે કામણ કીધું;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી