છોગાલા રે ઘનશ્યામજી, તારા છોગલા પ્યારા લાગેરે;૧/૪

પદ ૧૪૨૪ મું.- રાગ કાફીને ગરબી .૧/૪
 
છોગાલા રે ઘનશ્યામજી, તારા છોગલા પ્યારા લાગેરે;સુંદર નટવર છેલડા, આવો રાખું આંખડલીને આગેરે.  છોગા. ૧
નૌતમ બાંધી પાઘડી, મેલ્યાં છોગલિયાં મન હરવારે;આવો મનોહર મોરલીવાલા, વ્રજનારી વશ કરવારે.  છોગા. ૨
ઉભલા જમુના કાંઠડે, તમે ત્રિભંગી નંદલાલારે ;શી કહું શોભા અંગની, મને લાગો બહુ વહાલારે.  છોગા. ૩
આડ અનોપમ કીધલી, તમે કેસર કેરી ભાલેરે;વનમાળી વશ કીધલું વ્રજ, સુંદર ગજગતિ ચાલેરે.  છોગા. ૪
આંખડી કમલ કેરી પાંખડી, માઇ રેખું રાતી રાતીરે;જીવન જુવો છો કટાક્ષમાં, મારી છેદ કરે છે છાતીરે.  છોગા. ૫
સુંદરવર અતિ શોભતી, પે'રી ઉર વૈજંતી માળારે;ગજરા પે'રી ગુલાબના, લાગો રસિયા બહુ રૂપાળારે.  છોગા. ૬
ઓઢી ઉપરણો ઉભલા, પે'રી પીતાંબરની ધોતીરે;અલગી નવ થાયે આંખડી, મારી મોહન તમને જોતીરે.  છોગા.૭
પે'રી ચટકતી ચાખડી, આવો લટકાં કરતા લે'રીરે;અખંડ બિરાજો આવી અંતરે, એ વિનંતિ પ્રેમાનંદ કેરીરે.  છોગા. ૮ 

મૂળ પદ

છોગાલા રે ઘનશ્યામજી, તારા છોગલા પ્યારા લાગેરે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી