જાદુગારી રે મોહન મોરલડી વજાડી;૧/૪

પદ ૧૪૨૮ મું. -રાગ કાફી૧/૪
 
જાદુગારી રે મોહન મોરલડી વજાડી;  જાદુગારીરે. ટેક
મંત્ર ભણીને મધરાતે વજાડી, તનડાની સુરત વિસારીરે.  મોહ. ૧
ઘેલડી સરિખી હું તો ઘરમાં રે ઘૂમું; મન વસિયો છે મોરારીરે.  મોહ. ૨
મન અકળાય મારું કેને ન કેવાયે, દુરિજનિયાંનો ડર ભારીરે.  મોહ. ૩
પ્રેમાનંદના નાથને મળવા, અતિ આતુર વ્રજનારીરે.  મોહ. ૪ 

મૂળ પદ

જાદુગારી રે મોહન મોરલડી વજાડી;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી