કાનુડે, કામણગારે મા, કીધા મુને કામણિયાં; ૨/૪

 પદ ૧૪૨૯ મું.૨/૪

કાનુડે, કામણગારે મા, કીધા મુને કામણિયાં; કાનુ. ટેક

શ્યામ સુંદરવર સામું મેં તો જોયું, લાજ ઉઘાડીને લગારે મા. કીધા. ૧

મનમોહને મને શું કરી દીધું, આંખડલીને અણહાંરે* મા. કીધા. ૨

હસીહસીનેરે મારું મન વશ કીધું, હેતેસું બોલાવી વારે વારે મા કીધા. ૩

મોહની નાંખીને માવે મારું ઘર ઘાલ્યું, પ્રેમારેનંદને પ્યારે મા. કીધા. ૪

 

*”અણસારે” 

મૂળ પદ

જાદુગારી રે મોહન મોરલડી વજાડી;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી