કવિજન્મ પ્રસંગ કીર્તન (૧૮)
૧૮ ૧/૧
અમો જોગીઓના બાળ, અમો જોગીઓના બાળ,
જનમ્યા જોગીના વચનથી,
સદા રાખે સંભાળ, સદા રાખે સંભાળ,
જોગી અમારી જતનથી-અમો જોગીઓના બાળ. –ટેક
ભક્ત એકાંતિક, ભીમજીભાઇને-પુત્રની ખોટ,
ખરી પુત્રની ખોટ, સાત સાત પુત્રો સીધાવીયા;
શ્રીજી પુરે મન કોડ (૨) જુદા નથી હરિજનથી.
...........અમો જોગીઓના બાળ૦ ૧
શ્રીજી સિંહાસન સર્જવા સ્વામી સંકલ્પ ઉર,
સ્વામી સંકલ્પ ઉર, વેળ ચડી દીલે વ્હાલની;
ભક્ત ઝીલે ભરપૂર, ભક્ત ઝીલે ભરપૂર,
વેગે મન કર્મ ને વચનથી. . .અમો જોગીઓના બાળ૦ ૨
રચીયું સિંહાસન રાજસી-જામનગર મોઝાર,
જામનગર મોઝાર વાડી વિષે રળીયામણુ;
રીઝ્યા જોગી એ વાર, રીઝ્યા જોગી એ વાર,
પુત્રો બે આપીઆ પ્રસન્નથી. . .અમો જોગીઓના બાળ૦ ૩
યોગીએ યોગભષ્ટ આત્માઓ-સ્નેહે સોંપ્યા નિજ શિષ્ય,
સ્નેહે સોંપ્યા નિજ શિષ્ય, માવકવિને ચતુરદાનજી;
અંતર આપી આષિશ, અંતર આપી આષિશ,
માળા આરોપી મગનથી. . .અમો જોગીઓના બાળ૦ ૪
મળ્યાં માઇક સુખ, મોઘેરા હજુ મળશે અપાર;
હજુ મળશે અપાર, વારે અમારી છે વિઠલો,
એજ કરશે ઉદ્ધાર, એજ કરશે ઉદ્ધાર.
મહિમા સમજાણો એવો મનથી-- અમો જોગીઓના બાળ૦ ૫
શ્રીજી સર્વોપરી જાણીઆ, એ મળ્યું ગળથુથી જ્ઞાન;
મળ્યું ગળથુથી જ્ઞાન, ખામી રહી નહિ ખોળતાં.
પીધું અમૃત રસ પાન, પીધું અમૃતરસ પાન;
ભાવે શ્રીજીના ભજનથી.....અમો જોગીએના બાળ૦ ૬
સ્વામિનારાયણ સ્નેહથી રે, જાપ જપીઆ જરૂર,
જાપ જપીઆ જરૂર, બ્રહ્મ થૈને પ્રરિબ્રહ્મના.
સુખ પામ્યા ભરપુર, સુખ પામ્યા ભરપુર,
સત્સંગ રૂપી સાધનથી.....અમો જોગીઓના બાળ૦ ૭
સ્વામી ગોપાળનંદજીના એ, શિષ્ય સમરથ સુજાન;
શિષ્ય સમરથ સુજાન, મહા મહાપુરુષદાસજી.
તેના શિષ્ય માવદાન, તેના શિષ્ય માવદાન;
વાણી ઉચારી વદનથી...., અમો જોગીઓના બાળ૦ ૮
કવિ જન્મ દિવસ કીર્તન રચ્યું.
ભાદરવા સુદ ૨ સં. ૧૯૪૮ સં. ૧૯૯૪ ભાદવા સુદ ૨