ઓરા આવો નટવર નાનડીઆ તમે મારા જીવ સાથે જડીઆ ૧/૮

 

ઓરા આવો નટવર નાનડીઆ;
તમે મારા જીવ સાથે જડીઆ... ઓરા૦ ટેક૦
શોભો છો સોનેરી પટકે, છબી રંગ ચોળતણે ચટકે;
લીધું મન હાથ તણે લટકે... ઓરા૦ ૧
કરી મેં તમ અર્થે કાયા, લાગી છે મુખડાની માયા;
જીવો ઘણું જશોદાના જાયા... ઓરા૦ ૨
સુંદરવર લાગો છો સારા, ન મેલું એકે ઘડી ન્યારા;
છોજી મારે પ્રાણ થકી પ્યારા... ઓરા૦ ૩
વાતું થકી દુઃખડાં વીસરીયે, જોઇ જોઇ અંતરમાં ઠરીયે;
કાના આવો ગોઠડલી કરીયે... ઓરા૦ ૪
કટીપર પીતાંબર કસીયા, હેતે નિત્ય બોલો છો હસીયા;
બ્રહ્માનંદના વ્હાલા રસિયા... ઓરા૦ ૫

મૂળ પદ

ઓરા આવો નટવર નાનડીઆ

મળતા રાગ

રે સગપણ હરિવરનું સાચું

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી