મોગરાનાં ફૂલ સખી મોગરાનાં ફૂલ, શ્રીજીને પ્યારાં બહુ મોગરાનાં ફૂલ ૧/૧

 મોગરાનાં ફૂલ સખી મોગરાનાં ફૂલ,
	શ્રીજીને પ્યારાં બહુ મોગરાનાં ફૂલ...ટેક.
લક્ષ્મીવાડી શ્રીજીની રૂડી રઢિયાળી,
પુષ્પો લેવાને હું તો પ્રેમેથી ચાલી;
	ખીલ્યાં ખીલ્યાં રે ત્યાં તો મનગમતાં ફૂલ...શ્રીજીને૦ ૧
ડોલર ગુલાબ ગુલ ચંપો ચમેલી,
કેતકી કરેણ જાઈ જૂઈ અલબેલી;
	મોગરાની પાંખડીમાં સૌરભ અમૂલ...શ્રીજીને૦ ૨
ફૂલડે ફૂલડે મેં નામ શ્રીજીનું લીધું,
વીણી વીણીને મારું મનડું પ્રોઈ લીધું;
	એકસો ને આઠ ચૂંટયાં મોગરાનાં ફૂલ...શ્રીજીને૦ ૩
મોગરાની માળા ગૂંથી માવ કવિરાયે,
કાવ્યની કુસુમમાળ કદી ના કરમાયે;
	વિણગુણ એ માળા તણા મૂલ છે અમૂલ...શ્રીજીને૦ ૪ 
 

મૂળ પદ

મોગરાનાં ફૂલ સખી મોગરાનાં ફૂલ, શ્રીજીને પ્યારાં બહુ મોગરાનાં ફૂલ

મળતા રાગ

મોગરાનાં ફૂલ સખી

રચયિતા

માવદાનજી કવિ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જયેશ સોની
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
1
4
 
નમુનો
આખું
ડાઉનલોડ
લક્ષ્મી વેકરીયા

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


વધાઇ
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
પરંપરાગત
તમે એક સાંભરો
Studio
Audio
1
0