આવો આવો સુંદરવર ઓરા જોઉં માથે ફૂલોના તોરા ૩/૮

આવો આવો સુંદરવર ઓરા;
જોઉં માથે ફૂલોના તોરા;...                                                             આવો૦ ટેક.
મારું સર્વે આવ્યું છે નજરે, દેખો છો અમૃતની નજરે.
ગોઠ્યું મન ફૂલાંને ગજરે...                                                            આવો૦ ૧
શોભે મુખ ઉપર તિલ ત્રીજું, કપાળે ટીબકડી કાજાુ;
બહુ રૂડા લાગે છે બાજું...                                                                આવો૦ ૨
મનોહર મૂર્તિ મનમાની, છુપાડી કેમ કરી રહે છાની;
દેખી હું તો થઇ છું દીવાની...                                                           આવો૦ ૩
કેસરની આડ કરી ભાલે, વળી વળી બોલો છો વહાલે;
ચાલો છો હંસતણી ચાલે...                                                             આવો૦ ૪
સુરંગી સુંથણલી ચંગી, અનોપમ પહેરી છે અંગી;

બ્રહ્માનંદના વ્હાલા રંગી...                                                               આવો૦ ૫ 

મૂળ પદ

ઓરા આવો નટવર નાનડીઆ

મળતા રાગ

રે સગપણ હરિવરનું સાચું

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી