છો જી તમે નંદતણા નંદા ચતુર વર ગોકુલના ચંદા ૪/૮

છો જી તમે નંદતણા નંદા;ચતુર વર ગોકુલના ચંદા... છો૦ ટેક.
કોડીલા કુંવર કાનડા; નટવર સુંદર નાનુડા;રાજેશ્વર દીસો છો રૂડા... છો૦ ૧
આંખ્યું તારી અતીસે અણિયાળી, મનોહર સુંદર મરમાળી;રંગીલી મૂર્તિ રૂપાળી... છો૦ ૨
આવો ઘરે આવા ને આવા, ખાંતે મહી માખણીયું ખાવા;મીઠું મીઠું બોલોને માવા... છો૦ ૩
પહેરી તન જરકસીયા જામા, ચાલી આવો વાલમજી સામા.વાઓ રૂડી બંસી વિસામા... છો૦ ૪
કોઇ વીધ જાઓ નહિ કળીયા, હેતે તમે કોણતણે હળીયા;વારી બ્રહ્માનંદના વ્હાલા છળીયા... છો૦ ૫ 

મૂળ પદ

ઓરા આવો નટવર નાનડીઆ

મળતા રાગ

રે સગપણ હરિવરનું સાચું

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી