લાગ્યો મારે નટવરથી નેડો, હવે મેં તો શિર નાખ્યો છેડો રે ૧/૪

લાગ્યો મારે નટવરથી નેડો, હવે મેં તો શિર નાખ્યો છેડો રે...ટેક.
કે સહુ મળીને મુજને વારી, કે અટકી મનવૃત્તિ મારી;
			કે ધણી મેં તો ધાર્યા ગિરધારી રે...લાગ્યો૦ ૧
કે શું મતલબ મારે કોઈ સાથે, કે મે’ણું મારે મોહનનું માથે;
			કે હરિવરે મને ઝાલી હાથે રે...લાગ્યો૦ ૨
કે મોડું વહેલું સૌ જાવાનું, કે તેને ખીજ્યે તે શું થાવાનું;
			મેણું મારે અવિચળ માવાનું રે...લાગ્યો૦ ૩
કે કોઈ કહી મુજને શું કરશે, કે ગજ ચડી શંકા કોણ ધરશે;
			કે શ્વાન ભસી ભસીને મરશે રે...લાગ્યો૦ ૪
કે સમજીને મેં તો પગ ભરિયા, કે સર્વે વિષયરસ વીસરિયા;
			કે બ્રહ્માનંદનો વહાલો વરિયા રે...લાગ્યો૦ ૫
 

મૂળ પદ

લાગ્યો મારે નટવરથી નેડો, હવે મેં તો શિર નાખ્યો છેડો રે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી