લાગી મારે નટવરથી લગની, કે મરજાદા મેલી જગની રે ૨/૪

લાગી મારે નટવરથી લગની, કે મરજાદા મેલી જગની રે...ટેક.
કે એક ટેક અંતર ધારી, કે સગાં કુટુંબ સહુ વિસારી;
			કે મન કર્મે વરિયા મોરારી રે...લાગી૦ ૧
કે કર્યું મેં તો તન મન કુરબાણી, કે હરિ વિના ન વદું અન્ય વાણી;
			કે કાનકુંવરથી અટકાણી રે...લાગી૦ ૨
કે સુખ મેં તો સંસારી છોડયું, કે સહુ સાથે સગપણ તોડયું;
			કે જગજીવન સાથે જોડયું રે...લાગી૦ ૩
કે મેણાં જગકેરાં સહીને, કે સ્થિર મન મતવાલી થઈને;
			કે ચાલી હું તો શિર કરમાં લઈને રે...લાગી૦ ૪
કે બેઠી હું તો ભય જગનો ખોઈને, કે મન નિશદિન રહ્યું છે મોહીને;
			કે બ્રહ્માનંદનો વહાલો જોઈને રે...લાગી૦ ૫
 

મૂળ પદ

લાગ્યો મારે નટવરથી નેડો, હવે મેં તો શિર નાખ્યો છેડો રે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી