કે વર્યા મેં તો રંગભર વહાલાને, કે લટકાળા નંદલાલાને રે ૪/૪

કે વર્યા મેં તો રંગભર વહાલાને, કે લટકાળા નંદલાલાને રે...ટેક.
કે કીધું મેં તો નિશ્ચય વિચારીને, કે દુરિજન થાક્યાં મને વારીને;
			કે ધાર્યા એક વર ગિરધારીને રે...વર્યા૦ ૧
કે જેમ રણશૂરાની લગની, કે ઊડે જેમ તોપ બાણ અગની;
			કે પાની ન ધરે પાછી પગની રે...વર્યા૦ ૨ 
કે સતી જેમ પાછું નવ ભાળે, કે તન કેરાં સુખને ટાળે;
			કે અગનીમાં અંગ પરજાળે રે...વર્યા૦ ૩
કે શૂરો કાયર થાય ડરી, કે સતી ઘેર આવે પાછી ફરી;
			કે માતપિતામાં તેને ખોટ ખરી...વર્યા૦ ૪
કે બ્રહ્માનંદ એમ જોવું પેલું, કે દેખીને નવ થાવું ઘેલું;
			કે કામ કઠણ છે નથી સહેલું રે...વર્યા૦ ૫
 

મૂળ પદ

લાગ્યો મારે નટવરથી નેડો, હવે મેં તો શિર નાખ્યો છેડો રે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી