વાલે વજાડી છે વાંસળી રે, માવે વજાડી છે મોરલી રે, કાલિંદ્રિને તીર ૧/૪

વાલે વજાડી છે વાંસળી રે, માવે વજાડી છે મોરલી રે, કાલિંદ્રિને તીર;
	નાગ પિયાલે ડોલિયો રે, એવો શબ્દ ગંભીર હો બેની-વાલે૦ ૧
ધેનુ તૃણ ભૂલી ગઈ રે, વાછરું ભૂલ્યાં ખીર;
	જોને સખી જમુના તણાં રે, વે’તાં થંભ્યાં નીર હો બેની-વાલે૦ ૨
ઘેલી થઈ સર્વે ગોપીકા રે, ભૂલી ગઈ રે શરીર;
	કામ રહ્યાં સર્વે હાથમાં રે, ઓઢણ ભૂલી ચીર હો બેની-વાલે૦ ૩
વેણ અલૌકિક વિઠ્ઠલે રે, વાઈ બળભદ્ર વીર;
	બ્રહ્માનંદ સૂર સાંભળી રે, અંતર ન રહી ધીર હો બેની- વાલે૦ ૪
 

મૂળ પદ

વાલે વજાડી છે વાંસળી રે, માવે વજાડી છે મોરલી રે, કાલિંદ્રિને તીર

મળતા રાગ

પરજ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
વિવેકસાગર સ્વામી

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૮
Live
Audio
0
0