વિસામાની વાંસળી રે મરમાળાની મોરલી રે, વાગી મહાવનમાંય ૩/૪

વિસામાની વાંસળી રે, મરમાળાની મોરલી રે, વાગી મહાવનમાંય;
છેલ છબીલો શ્યામળો રે, ઘેરે નાદે ગાય...હો બેની વિ૦ ટેક.
બ્રહ્માને વીસમે થયો રે, શિવને ન સમજાય;
મોહ પામ્યા સર્વે દેવતા રે, સંશય થયો સુરરાય...હો બેની. વિ૦ ૧
ચોરાસી સિદ્ધ સાંભળે રે, સ્થીર નવ અંતર થાય;
નૃત્ય ડગી નવ નાથની રે, ચિત્ત મળવા લલચાય...હો બેની. વિ૦ ૨
જમુનાને તીરે જદુપતિ રે, વેણ અલૌકિક વાય;
વશ કીધી વ્રજ વિનતા રે, બ્રહ્માનંદ બલજાય...હો બેની. વિ૦ ૩

મૂળ પદ

વાલે વજાડી છે વાંસળી રે, માવે વજાડી છે મોરલી રે, કાલિંદ્રિને તીર

મળતા રાગ

પરજ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી