અમરના સરદાર, હરિ મારા નેણતણા શણગાર ૧/૪

અમરના સરદાર, હરિ મારા નેણતણા શણગાર;
	નેણતણા શણગાર, ગુણવંત માણકીના અસવાર	...અમર૦ ૧
માથે ધોળી પાઘ મનોહર, છોગું મુગટ અનુસાર;
	ધોળાં અંબર તન પર શોભે, રૂમાલ ધોળો સાર	...અમર૦ ૨
ભાલ વિશાળ તિલક કેસરનું, કુંકુમ ચંદ્ર ઉદાર;
	કામ તણા મદને હરનારી, ભ્રકુટિ ધનુષ આકાર	...અમર૦ ૩
દીપશિખા શુક ચંચુલ ભારી, નાસા નમણી સાર;
	દંત છબી જોઈને લાજે છે, અધોમુખ ઝૂરે અનાર	...અમર૦ ૪
બિંબ નવાંકુર પરવાળાથી, સારા અધર અપાર;
	કૃષ્ણાનંદ કહે મુખપર વારું, ચંદ્ર સરોજ હજાર	...અમર૦ ૫
 

મૂળ પદ

અમરના સરદાર, હરિ મારા નેણતણા શણગાર

મળતા રાગ

કાફી

રચયિતા

કૃષ્ણાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


કેસરિયા વર કાન
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
જયેશ સોની

અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
2
0