અલબેલે અધરાતની રે મનમોહન મધરાતની રે, વહાલે વજાડી વેણ ૪/૪

 અલબેલે અધરાતની રે, મનમોહન મધરાતની રે, વહાલે વજાડી વેણ;

ભણક પડી મારા કાનમાં રે, મનડું થયું મારું મેણ...હો બેની.    અ૦ ટેક.
ચટકી લાગી મારા ચિત્તમાં રે, વ્રહ લાગ્યો દુઃખ દેણ;
મોહન વજાડી મોરલી રે, માજમ ગળતી રેણ...હો બેની.           અ૦ ૧
સુણતાં મનડું સ્થિર થયું રે, તનડું થઇ ગયું ખેણ;
જોવાને જાદવરાયને રે, આતુર થયાં છે નેણ...હો બેની.           અ૦ ૨
હું દીવાની હોઇ ગઇ રે, કોઇનું ન માન્યું કેણ;
શું જાણ્યું મુંને શું કર્યું રે, બ્રહ્માનંદને સેણ...હો બેની.                  અ૦ ૩
 

મૂળ પદ

વાલે વજાડી છે વાંસળી રે, માવે વજાડી છે મોરલી રે, કાલિંદ્રિને તીર

મળતા રાગ

પરજ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી