જાવા દેને રે જાવા દેને, કાના ગાળ્યું બોલે છે આવી કેને રે ૧/૮

જાવા દેને રે જાવા દેને, કાના ગાળ્યું બોલે છે આવી કેને રે-ટેક.
અમે કંસતણાં મૈયારાં, માટે રોક્યા ન રહીએ તારાં રે-જાવા૦
વાટે દૂધ દહીંનું દાણ કેવું, જો જે થાશે એમાંથી જોયા જેવું રે-જાવા૦
તારે લૂંટી લીધાના પડયા હેવા, સારી પેઠે કરીશ તારી સેવા રે-જાવા૦
બ્રહ્માનંદ કહે ઘણા દિ’ અમે સાંખ્યું, નથી બીતી જોઈને તારી આંખ્યું રે-જાવા૦
 

મૂળ પદ

જાવા દેને રે જાવા દેને, કાના ગાળ્યું બોલે છે આવી કેને રે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી