દાણ દેને રે દાણ દેને, તારો રાજા હોય તો લાવ તેને રે ૨/૮

દાણ દેને રે દાણ દેને, તારો રાજા હોય તો લાવ તેને રે-ટેક.
આ વાટે અમારું દાણ લાગે, જૂની રીત હોય તે નહીં ભાંગે રે-દાણ૦
દાડી ચોરી ચોરીને દાણ જાતી, આજ શીતલ કરીશ તારી છાતી રે-દાણ૦
હવે ઝાઝે દા’ડે હાથ આવી, એલી ચોરી થઈ છે તારી ચાવી રે-દાણ૦
બ્રહ્માનંદ કહે મહી દઈ જાને વુઢી, શિદ ચૂંદડી ફડાવેછ ગુઢી રે-દાણ૦
 

મૂળ પદ

જાવા દેને રે જાવા દેને, કાના ગાળ્યું બોલે છે આવી કેને રે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી