આછી માને લાગે છબી થારી છેલ, ૩/૪

૧૧૪ પદ-૩/૪
આછી માને લાગે છબી થારી છેલ,
ચીતડો ચોરે છે મારો રંગ રેલ. આછી.        ટેક.
શ્વેત બસન તન સુંદર ધરીયાં,
શ્વેત પાઘ શિર અજબ ધરેલ. આછી.          ૧
સુમનરા તોરા હાર ગુછ બાજુબંધ,
ફૂલના ગજરા ધાર્યા અલબેલ. આછી.        ર
ચિતવની ચંચલ જન મન રંજન,
છડી સોનેરી પ્યારી કરમેં લીધેલ. આછી.    ૩
કૃષ્ણાનંદકે અવતારી હરિવરને,
ભાળીને નજરાં મનડાં ઠરેલ. આછી.           ૪

 

 

મૂળ પદ

જાદુગારા પ્‍યારા ભકિતરા કુમાર

રચયિતા

કૃષ્ણાનંદ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી