હાંરે ઝૂલે સહજાનંદ હિંડોળે રે, ૪/૪

૧૨૧ પદ-૪/૪

હાંરે ઝુલે સહજાનંદ હિંડોળે રે,

હરિવર બહુનામી રે જન અંતરજામી. હાંરે.ટેક.

મોતી રતન જડેલ હિંડોળે,

દોરી રેશમની સારી રે

ઝૂલાવે સહજાનંદ હરિને,

હેતે મુનિ બ્રહ્મચારી રે. હરિ. ૧

અમૃત ભરી નજરે હેરીને,

રંગડાની રેલું વાળી રે,

ગૌર કપોલ તિલ ત્રાજુ રાજે,

નાસા અતિ અણિયાળી રે. હરિ. ર

શેષ શારદા નિગમ મુક્ત કવિ,

પાર જેનો નવ પાવે રે,

કૃષ્ણાનંદ તે સહજાનંદને,

સંક્ષેપે કરી ગાવેરે. હરિ. ૩

મૂળ પદ

હાંરે ઝુલે સહજાનંદ સુહાગી રે

રચયિતા

કૃષ્ણાનંદ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી