તને જાણું રે તને જાણું, શાને કાજે કરે છે ધિંગાણું રે ૩/૮

તને જાણું રે તને જાણું, શાને કાજે કરે છે ધિંગાણું રે-ટેક.
તું તો નંદ મહરનો છોરો, ઠાલો રાજા થવાનો હિંસોરો રે-તને૦
આપણ વાંસે રાજાને સૌ રહીએ, તેમાં નાનું મોટું તે કેને કહીએ રે-તેને૦
કોણે રાજગાદીનું ટીલું કીધું, તારે બાપે કે દા’ડે દાણ લીધું રે-તને૦
બ્રહ્માનંદ કહે લક્ષણ તારાં આવાં, થાશે નંદ જશોદા જગ ચાવા રે-તને૦
 

મૂળ પદ

જાવા દેને રે જાવા દેને, કાના ગાળ્યું બોલે છે આવી કેને રે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી