મહીવાળી રે મહીવાળી, મુખે બોલ તું વેણ સંભાળી રે ૪/૮

મહીવાળી રે મહીવાળી, મુખે બોલ તું વેણ સંભાળી રે-ટેક.
તારી બોલી જણાય છે તીખી, કે’દી રીત રાજાની એવી શીખી રે-મહી૦
અમે ગોકુળ ગામના રાજા, તારા બાપ જેવા તે લોક ઝાઝા રે-મહી૦
અમે આદ્ય જગતના દાણી, આવું હલકું બોલે છે શું જાણી રે-મહી૦
બ્રહ્માનંદ કહે થઈ છો મદમાતી, ત્યારે મોંઘી ચાલે છે મરડાતી રે-મહી૦
 

મૂળ પદ

જાવા દેને રે જાવા દેને, કાના ગાળ્યું બોલે છે આવી કેને રે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી