રાત થઇ છે વાલા છેલ છોગાળા, પોઢોને મારા પીયુ પાતળિયા ૧/૧

રાત થઇ છે વાલા છેલ છોગાળા, પોઢોને મારા પીયુ પાતળિયા,
આવો પોઢાડું મારી બાહોમાં, પોઢોને છૈયા સુખના સાગરિયા...ટેક
તારલિયા ટમ્કયા ચાંદલિયો ચમ્કયો, સૂઇ ગયા સર્વ ઘોંઘાટ અટકયો,
કાળજયાના કટકા બંધ કરો મટકા...પોઢોને છૈયા૦ ૧
હળવો રે હાથ ફેરવું છું માથ, ભીડી મને બાથ સૂઇ જાઓ નાથ,
પ્રેમના પલંગમાં પોઢો મારી સાથ...પોઢોને છૈયા૦ ૨
જ્ઞાનસખી તમને પ્રેમથી પોઢાડે, પ્રેમની પીયુડા પામરી ઓઢાડે,
પોઢી જાઓ વાલા કરુ કાલાવાલા...પોઢોને છૈયા૦ ૩

મૂળ પદ

રાત થઇ છે વાલા છેલ છોગાળા, પોઢોને મારા પીયુ પાતળિયા

મળતા રાગ

નદિના કિનારે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પાર્થિવ ગોહિલ
શિવરંજની
સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૬
Studio
Audio
3
2