દૂર રહીએ રે દૂર રહીએ, એવી વાતે ફજેત કાના થઈએ રે ૫/૮

દૂર રહીએ રે દૂર રહીએ, એવી વાતે ફજેત કાના થઈએ રે-ટેક.
અમે રાજાપણું તમારું ભાળ્યું, ગાયો વાંસે ફરો છો ખાઓ ગાળ્યું રે- દૂર૦
કે’દી બાપે તમારે લોક ધાર્યા, આજ સુધી પરાયા ઢોર ચાર્યા રે-દૂર૦
હમણે થયું છે દૂઝાણું ઘેર ભારી, તે જોઈને ફાટી છે આંખ તારી રે-દૂર૦
બ્રહ્માનંદ કહે અમથા ખોટી થાશો, ખૂબ દાણ સાટે તે ગાળો ખાશો રે-દૂર૦
 

મૂળ પદ

જાવા દેને રે જાવા દેને, કાના ગાળ્યું બોલે છે આવી કેને રે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી