કજિયાળી રે કજિયાળી, કેવાં વેણ લાવે છે ટાળી ટાળી રે ૬/૮

કજિયાળી રે કજિયાળી, કેવાં વેણ લાવે છે ટાળી ટાળી રે-ટેક.
વઢવેડ કર્યાની વાત લાવે, એવે વેણ તે રીસ કેને ના’વે-કજિ૦
અમે રાજા આહેરની તું છોડી, સામું બોલે નાખીશ માટ ફોડી રે-કજિ૦
મસ્તાની થઈ છે છાશ પીને, ત્યારે કરે છે ટુંકારા નંદજીને રે-કજિ૦
બ્રહ્માનંદ કહે ધીરી રહે સારું થાશે, તું સોતી મટુકી તારી જાશે રે-કજિ૦
 

મૂળ પદ

જાવા દેને રે જાવા દેને, કાના ગાળ્યું બોલે છે આવી કેને રે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી