ખોટી થા મા રે ખોટી થા મા, કાના મગને ભરોંસે મરી ખા મા રે ૭/૮

ખોટી થા મા રે ખોટી થા મા, કાના મગને ભરોંસે મરી ખા મા રે-ટેક.
મુને છાશ પીતાં તેં કે’દિ ભાળી, તારે કે’દી આવે સોનાની થાળી રે-ખોટી૦
તારા ડારાથી હું નથી ડરતી, નથી જાતિ અમારી તુંથી નરસી રે-ખોટી૦
પરનારીને કેડે નવ પડીએ, એમાંથી તે ચોવટે ચડીએ રે-ખોટી૦
બ્રહ્માનંદ કહે ન કરીએ ઠાલી વાતું, હોય રીત જૂની તો કાઢ ખાતું રે-ખોટી૦
 

મૂળ પદ

જાવા દેને રે જાવા દેને, કાના ગાળ્યું બોલે છે આવી કેને રે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી