આજ તો જાણ્યુ તારું તાન મેં વાલીડા તારે ધરાવવું છે ધ્યાન તારું પીયુડા, ૧/૧

 આજ તો જાણ્યું તારું તાન મેં વાલીડા, તારે ધરાવવું છે ધ્યાન તારું પીયુડા, 

અમારૂ મન તારામાં, તારે રાખવું છે, 
તારે આકારે મારું ચિત્ત કરવું છે, મારે આકારે હરિ તારે ફરવું છે, 
આતમા મારો તૂંજમાં, ડૂબાડી દેવો જ છે...                           ટેક
ઓ..મને ખેંચવો છે તુજમાં, તારે સદા રહેવું છે વાસ કરી મુજમાં, 
મારું મનન તારે થાવા નથી દેવું, તારું ચિંતન તારે કરાવવું છે એવું, 
આશય એવો તારો આજ, જાણ્યો મેં તો વાલમા..                                                 આજ૦ ૧
ઓ..તારે રહેવું કર્તા મુજમાં, અકર્તા કરીને મને રાખવો છે તુજમાં, 
હોંશીલા તારે હૈયે હોશ છે જો એવી, દેહબુદ્ધિ મારી નાશ કરી દેવી, 
આત્મબુદ્ધિ વાલીડા, કરાવવી છે તુજમાં...                                                            આજ૦ ૨
ઓ..જ્ઞાન'તારો થઇને રહે, તારું જ્ઞાન-ભાન સદા સ્નેહે અનુભવે, 
કરાવવું છે તારે જ્ઞાન પાસે આટલું, કરાવી દેવાનો તું રાજી થઇ આટલું, 
તારી ઇચ્છા ટાળે કોણ, તેથી છું આનંદમાં...                                                         આજ૦ ૩

મૂળ પદ

આજ તો જાણ્યું તારું તાન મેં વાલીડા

મળતા રાગ

પીયુ પીયુ કરૂ હું તો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી