આતસબાજી હોય ફટાકા, ૬/૧૦

 ૨૪૯ પદ-૬/૧૦

આતસબાજી હોય ફટાકા, બપોરિયા છુટત છાજે,
તેજ પસારા અતિ ઉજીયારા, જીમી તારે ઝલકત રાજે.        ૧
જબ હરિ મંદિર નજીક આઇ, ધીરે ચલતી અસવારી,
આચારજ મુનિ આદિક ઉતરે, વાહનસે જન સુખકારી.        ર
હરિકે દરશન કરકે બૈઠે, ગુરુ આસનપર મુદ આની,
આગે સભા ભઇ અતિ નીકી, મુનિ આદિકકી સુખદાની.       ૩
સુખપાલ બેઠાયે બરકું, બાલમુકુંદ બિપત હારી,
ગ્રહિ હરિજન જાનૈયા લે ચલે, મંડપ મૂરત અતિ પ્યારી.   ૪
તોરન આયે બાજત ગાજત, વરરાજા આનંદકારી,
પોંખે રુકમની સાસુ મદ કરી, જથાબિધિ બરકું પ્યારી.        પ
મંડપમે આસન બૈઠાયે, બરરાજા અતહિ પ્યારે,
પિઠિ ચોર કુંબરી નવરાયે, જથા બિધિ ઉર મુદ ભારે.         ૬
બસન બિભુષન મની કંચનકે, તુલસિજીકુ પહિરાયે,
તા પિછે સુંદર મંડપમે, આસનપર તેહિ પધરાયે.             ૭
પંડિત બમન ગનપતિ નવ ગ્રહ, પૂજા કીની અતિ પ્યારી,
પૃથવિ પૂજન કર ચોરીમે, પધરાયે અગની ભારી.             ૮
હોમ કરત દ્વિજ વેદ ઉચારત, માનની મંગલ ગાવત હે,
કૃષ્ણાનંદ કહત સુભકારી, વાજે બાજત ગાજત હે.             ૯
 

 

મૂળ પદ

ભકિત ધરમસુત શ્રી પુરુષોત્તમ,

રચયિતા

કૃષ્ણાનંદ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી