૨૫૬ પદ-૩/૫
કંકુ છાંટી કંકોતરી મોકલી. એ ઢાલ
અતિ હેત કરીરે સરવે આવિયાં,
આવ્યાં વરીયારી મુદિત ઉદાર, વૃંદા કેરે માંડવે. ટેક.
આવ્યાં વિરજા ને મેનાં રુકમણિ, ઈંદ્રવાશી ઇંદ્રરાશિ સાર. વૃંદા. ૧
કમલા કલ્પાશિ બે ગંગા દેવીજી, ઇંદ્ર દેવી મોહરવાસિ નાર, વૃંદા.
આવ્યાં ફૂલસરી ને ફૂલકરી, સુવાસિની સુગંધા પ્યાર. વૃંદા. ર
રામકુંવર્ય ભાગ્યમતિ આનંદા, જાનકી લગનકુંવર્ય હરકુંવર્ય, વૃંદા.
રાધા ગોવિંદા હરદિ બલવંતા, લક્ષ્મી જડાવ ફૂલકુંવર્ય. વૃંદા. ૩
શામકુંવર્ય જમુનાં ને ગંગાજી, સુગનાદીન સિધના નામ, વૃંદા.
એહ આદિ ધરમકુલ આવિયું, પાપ તાપ શમન અભિરામ. વૃંદા. ૪
જીજીભાઇ નાગજી બાપુભાઇ, જોરાભાઇ તુલજારામ અકામ, વૃંદા.
દેસાઇભાઇ હરિભાઇ ને દયાલજી, ગિરધરભાઇ જેઠાભાઇ કાશિરામ. વૃંદા. પ
નારાયણભાઇ બીજા દયાલજી, વનમાળી ને ગણપતરામ, વૃંદા.
કાનદાસ હરજી ને મિઠાભાઇ, ગુલાબભાઇ નરસિભાઇ નામ. વૃંદા. ૬
ગંગાદત્ત નંદુભાઇ કાશિદાસજી, તુલસીભાઇ વાલાભાઇ ઉદાર, વૃંદા.
પ્રભાતગર ને નારાયણગરજી, જગરૂપ અજુભાઇ સાર. વૃંદા. ૭
અંબારામ ગિરઘર બેચરજી, દુલભરામ ને દયારામ, વૃંદા.
પુંજોભાઇ વિષ્ણુદાસ તેજોભાઇ, ખોડોભાઇ જીભાઇ અકામ. વૃંદા. ૮
કાલિદાસ અજુસામિ ભગાભાઇ, પ્રભાશંકરને ગંગારામ, વૃંદા.
દવે ઇશ્વરભકત ને મેઘજી, કૃષ્ણાનંદ જેને પ્રિય ઘનશામ. વૃંદા. ૯