અંગુલીકા મૃદુલ રુપાળીરે, ૭/૮

 ૨૭૨ પદ-૭/૮

અંગુલીકા મૃદુલ રુપાળીરે, અનુક્રમે નાની મોટી,
જેને નિરખતાં જાયરે, જન મનના પાતક કોટી.            ૧
અંગુલીયું ઉપર ઝીણારે, રોમની શોભા અતિ ભારી,
ટાળે અંતરનું અંધારુંરે, નખ શશી કાંતિ સુખકારી.        ર
જમણા પગનો અંગુઠોરે, ચીન તેના નખમાં રાજે,
તેજ અંગુઠાની પાશેરે, તિલ એક સુંદર છાજે.               ૩
ભવ સાગર તરવા નાવરે, બે પદ પંકજ સારાં છે,
કૃષ્ણાનંદ શાંતિ ધામરે, ભકત વૃંદને પ્યારાં છે.            ૪
 

મૂળ પદ

શિર પાઘડલી સોનેરીરે,

રચયિતા

કૃષ્ણાનંદ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી