રંગીલો હરિ ધર્મ દુલારો, ૪/૪

૨૮૧ પદ-૪/૪

રંગીલો હરિ ધર્મ દુલારો,

સહજાનંદ જીવન પ્રાન હમારો, રંગી. ટેક.

ભાલ માંઇ આડ્ય કેસર કેરી ભાળી,

આંખડલી રસિક અધિક મરમાળી,

રેખા તેમાં રસભરી પરમ રૂપાળી. રં. ૧

મનોહર જરકશી અંબર ધારી,

ચંચલ ગતિ ઘોડલાંની ઘુમર ભારી,

આવે કરી માણકીની અસવારી. રં. ર

હસ્ત ગ્રહી ઝલકે લગામ સોનેરી,

પ્યારી કરવરમે છડી સોના કેરી,

ચરણ રંગચટક પનૈયાં પેરી. રંગી. ૩

સારી મોતી માલ ગલે બીચ ધારી,

પાઘડલીમે મોતી તોરા છબી ભારી,

કૃષ્ણાનંદ વાર વાર બલહારી. રંગી. ૪

મૂળ પદ

છોગાલો રસીયો હરિ છેલો,

રચયિતા

કૃષ્ણાનંદ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
વિડિયો
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Video
0
0