સહજાનંદ સહજાનંદ, ગાવે બડ ભાગી ૫/૭

સહજાનંદ સહજાનંદ, ગાવે બડ ભાગી ;
કર વિવેક ધાર ટેક, રટણ એક લાગી.સ૦ ૧
વાયક વિશ્વાસ દાસ, ત્રાસ આશ ત્યાગી ;
પ્રેમ પ્રકાશ હિયે હુલાસ, જાસ બુદ્ધિ જાગી. સ૦ ર
બરનન છબી શ્યામ બરન, વિચરત વિતરાગી ;
કરનન સુન પ્રગટ વાત, ચરનન અનુરાગી. સ૦ ૩
પ્રફુલ્લિત છબી જસ પુનિત, પ્રીત જુકત પ્યાગી ;
ત્રિગુણાતીત નિરખ રીત, ચિત્તવતહ રાગી. સ૦ ૪
વપુશો ઘનશ્યામ બાન, અજબ તાન આગી ;
બ્રહ્માનંદ ચરણ ધ્યાન, નિશ દિન એહી માગી. સ૦ પ

મૂળ પદ

સહજાનંદ સહજાનંદ, સહજાનંદ કહીએ

મળતા રાગ

ઢાળ : હમ તો એક સહજાનંદ (રાગ-પ્રભાતી)

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી