સ્વામિનારાયણ સ્વામિનારાયણ સમરે દુઃખ જાવે ૬/૭

સ્વામિનારાયણ સ્વામિનારાયણ સમરે દુઃખ જાવે ;
મિટત શંક કાળ વ્યાળ, અતુલિત સુખ પાવે. સ્વા૦ ૧
વપુ અનૂપ સકળ વ્યાપ, તાપકું હરાવે ;
શારદ અરુ શેષાદિક, નારદ મુનિ ગાવે. સ્વા૦ ર
નિશ દિન જેહી રટત નામ, હિયમેં હુલસાવે ;
મિટત તરત જનમ મરણ, ફીરણ ભવ ન આવે. સ્વા૦ ૩
સમરત અતિ હોત સુમતિ, કુમતિકું હરાવે ;
પ્રગટ શ્યામ નામ વિના, ભવમેં ભરમાવે. સ્વા૦ ૪
વ્યાપત નહીં જાસ વિઘ્ન, લગ્ન મરણ લાવે ;
બ્રહ્માનંદ શ્યામ મૂરત, અંતર ઠેરાવે. સ્વા૦ પ

મૂળ પદ

સહજાનંદ સહજાનંદ, સહજાનંદ કહીએ

મળતા રાગ

ઢાળ : હમ તો એક સહજાનંદ (રાગ-પ્રભાતી)

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

અજાણ (પ્રકાશક )

કીર્તનપ્રિય (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0