સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સત્ય રે ૭/૭

સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સત્ય રે;
	રટ રે મન રેન દિન, ઓર સબ અસત્ય રે	...સ્વામિ૦ ૧
નારદ શુક આદિ ધ્યાય, નિગમ ગાય નિત્ય રે;
	શિવ વિરંચિ ઓર શેષ, ધ્યાન સોઉ ધરત રે...સ્વામિ૦ ૨
ધરત ધ્યાન મહા મુનીંદ્ર, સુરીયેંદ્ર સમત્ય રે;
	સહજાનંદ જગત વંદ, આનંદ ઘન અત્ય રે	...સ્વામિ૦ ૩
એક આપ વિશ્વ વ્યાપ, પાપ કું હરત્ય રે;
	જા કો જીયે જપત જાપ, ટલત તાપ તરત રે...સ્વામિ૦ ૪
જગ્ત પાશ હોત નાશ, જોગ ધ્યાન જત્ત રે;
	સમરત શ્રીરંગદાસ, વાસ ઉર વસત્ત રે	...સ્વામિ૦ ૫
 

મૂળ પદ

સહજાનંદ સહજાનંદ, સહજાનંદ કહીએ

મળતા રાગ

ઢાળ : હમ તો એક સહજાનંદ (રાગ-પ્રભાતી)

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

કીર્તનનો અર્થ

ભાવાર્થઃ- સ્વામી પોતાનાં મનને સમજાવતા હોય તેમ કહે છે કે સ્વામિનારાયણ નામ એક જ સત્ય છે. બીજા બધા નામરૂપ ગુણ અસત્ય છે. માટે હે મનવા! રાત્રિ-દિવસ આ સ્વામિનારાયણ નામને જ રટ્યા જ કર. આ સ્વામિનારાયણ નામને તો નારદ, શુક સનકાદિક, ચાર વેદ, શિવ, બ્રહ્મા, શેષ તથા ઈન્દ્ર, ચંદ્ર આદિક અનેક દેવો અને ૠષિમુનિઓ હંમેશા રટે છે. અને આ ભગવાનનું જ ધ્યાન કરે છે. કારણ કે આ સહજાનંદ તો સર્વ જગતને વંદવા યોગ્ય છે. વળી આનંદધન છે માટે હે મનવા ! તું નામને નિશદિન રટ્યા કરજે. II૧-૨II આ પ્રગટ પૂર્ણપુરુષોત્તમનારાયણ એક હોવા છતા અનેક સ્વરૂપે વિશ્વમાં વ્યાપીને રહ્યા છે. વળી, આ પતિતપાવન ભગવાનનું નામ જ પાપને હરનારું છે. પતિત જીવો પણ જો આ પ્રગટપ્રભુનાં નામને ફક્ત એક જ વાર રટે તો તેના સઘળા પાપ તરત જ ટળી જાય છે. II૩II જો આ પ્રગટ પ્રભુનાં નામનો શ્રવણ, મનન અને નિદ્રિધ્યાસ થાય તો જ આ પૂર્ણપુરુષોત્તમના સાધર્મ્યપણાને પામી પૂર્ણતઃસ્વરૂપે તેનો સાક્ષાત્કાર થાય છે. જ્યારે આ નયનગોચર સ્વરૂપનું સાક્ષાત્ જ્ઞાન થઈને વિજ્ઞાનપણાને પામે ત્યારે પીંડ-બ્રહ્માંડ, દેહ-ગેહ, આત્મા-અનાત્મા અને ગુણાત્મભાવની બેડીનું બંધન છુટે છે. અર્થાત નાશ પામે છે. શ્રી રંગદાસજી કહે છે કે એ બધા ભાવો ઓસરી ગયા પછી જ આ સમર્થ શ્રીહરિ સદા, સર્વદા અને સર્વથા ઉરમાં વાસ કરીને વસે છે. II૪-૫II

ઉત્પત્તિ

શ્રીજી મહારાજની આજ્ઞાથી જીવુબા, લાડુબાને ગૃહસ્થાશ્રમ માંડવાનો ઉપદેશ દેવા લાડુદાન ગઢપુર આવ્યા અનેક દ્રષ્ટાંતિક કાવ્યો બોલી ઘણી રીતે સ્ત્રીશક્તિનું ખૂબ જ સ્થાપન કરી ગૃહથાશ્રમ કરવાની અનેક વિધિઓથી બન્ને બહેનોને સમજાવ્યાં પરંતુ આ તો મહામુક્તરાજ એટલે આવી સોજાળીવાણી એને અસર ક્યાંથી કરે? પરંતુ તેણે તો લાડુદાનના મોહ ઉપર ધારદાર શબ્દોથી મજબુત ફટકા માર્યા કે શ્રીજી મહારાજને સર્વોપરી, સર્વ અવતારના અવતારી જાણ્યા પછી આ રાજસી ઠઠારો ક્યાં સુધી રાખશો ? પ્રગટ ભગવાન મળ્યા અને હજી દેહાભિમાન રાખશો તો પોપટિયું જ્ઞાન જ કહેવાય. હવે રાજવંશી વ્યામોહ છોડી સદ્ગુરુ મુક્તાનંદસ્વામીની જેમ ફકીરી લઈ લ્યો. મહામુક્તરાજ બા શ્રી જીવુબાના જ્ઞાનરંગમાં રંગાઈ લાડુદાને કારિયાણી આવી શરીર ઉપર શોભતા હજારો રૂપિયાનાં ઘરેણાં અને શણગાર શ્રીજી ચરણે સમર્પિત કરી સાધુ દીક્ષાની યાચના કરી. એટલે તુરત જ શ્રી હરિએ ભગવી કંથા પહેરાવી દીક્ષા આપી. મહાલક્ષ્મીના રંગથી રંગાયા જાણી ‘શ્રીરંગદાસજી’ એવું નામ પાડ્યું. શ્રીરંગદાસજી તો જેમ કોઈ પૂર્વના યોગી હોય તેમ દીક્ષા પછી દીપવા લાગ્યા. તે દિવસની સારીયે રાત્રિ વૈરાગ્યની મસ્તીમાં અને પ્રગટપ્રભુને પૂર્ણસ્વરૂપે મળ્યાના આનંદમાં વિતાવી. પોતાનાં દિલમાં થયું કે હું સંસારી સુખનો ત્યાગ કરી સ્વામિનારાયણનો એક સાચો ત્યાગી થયો છું, તો ખરેખર સાચા અર્થમાં આ વેશ પૂર્ણ રીતે ભજવવો જોઈએ. એમ વિચારે દીક્ષા લીધી તે જ રાત્રે પ્રસ્તુત પ્રભાતી અને જોગ સાધનારા જોગી વિશે “હાજી ભલા જોગી હરિ સે જોગ, જગવે ભોગ તજ કે જોગી.” એ વિશે ચાર પદો બનાવ્યાં. પછી વહેલી સવારે પોતાના નિત્ય કર્મમાંથી પરવારી શ્રીજી મહારાજ અક્ષરઓરડીમાં પોઢ્યા છે. ત્યાં જઈ ઓરડીનાં બારણાં આગળ બેસી, સિતારના સુંદર વાદન સાથે મધુર સ્વરે પ્રસ્તુત પ્રભાતી ગાવા લાગ્યા. ત્યાં તો સર્વે સંતો ભક્તો આ દિવ્ય ગાવણું સાંભળી અક્ષર ઓરડીની આસપાસ એકત્રિત થઈ ગયા. અને સંત દીક્ષા પામ્યા પછી બ્રહ્મમુનિની કલમે સૌથી પહેલી-વહેલી રચાયેલી અને ગવાયેલી પ્રસ્તુત પ્રભાતીમાં સૌ લીન બન્યા.

વિવેચન

રહસ્યઃ- પ્રસ્તુત પ્રભાતી સુગેયતાની દ્રષ્ટિએ અતિ સુંદર અને સરળ છે. અને પરંપરાગત છે. કવિએ પ્રસ્તુત પ્રભાતીમાં તાલ, લય પણ અતિ સુંદર અને સમજપૂર્વક પસંદ કરી છે. તાલ લય, આડ લયના દાદરા-ખેમટાની છે. સંગીતની દ્રષ્ટિએ આ લય આનંદદાયક ગણાય. એટલે આ પદની તાલ લયમાં પણ પ્રત્યક્ષ પ્રભુ મળ્યાનો આનંદ ઝીલાયો છે. વળી, સ્વામીએ પોતાના પ્રથમ નામનું આ પહેલું જ કવિત રચેલું છે. પ્રથમ કૃતિમાં જ કવિની કાવ્યકૌશલ્યતા, પદની તાલમય અને શબ્દલયની માધુરીમાં જ પ્રગટ થાય છે. “જગત પાશ હોત નાશ” જેવી ઉક્તિઓના આંતરપ્રાસનો વિનિયોગ ધ્યાન ખેંચે છે. સત્ય, અસત્ય, નિત્ય આમ આખા પદમાં એક જ પ્રકારની રચના પ્રભુસંબંધી દ્રઢતા દાખવે છે. પ્રાચીન સંતવાણીની વ્યાપક પરંપરા મુજબ ભાવ, શબ્દ અને સૂર આ ત્રિવેણી સંયોગ પદના પ્રેક્ષણથી પમાય છે. શબ્દાર્થ વિચારતા કવિને સ્વામિનારાયણ નામમાં કેટલો ભરોસો, અડગશ્રદ્ધા અને નિશ્ચયતા વગેરે તીવ્રતાથી સ્ફૂટ થાય છે. “સમસ્ત શ્રીરંગદાસ” માં ભક્ત તરીકેની ભાવાત્મક પ્રતિમાનો સુરેખ રીતે પરિચય આપે છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હરિવલ્લભદાસજી સ્વામી-વડતાલ
શુક્લ બિલાવલ
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૪
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
કમલનયનદાસ સ્વામી-BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

સબહી બરનમેં
Studio
Audio
0
0