આ સૃષ્ટી સહુ જડ-ચેતને ભરપુર શી ઉભરાય છે ૧/૧

 ૧/૧ દિવ્ય સંગીત ૪૬

આ સૃષ્ટી સહુ જડ-ચેતને ભરપુર શી ઉભરાય છે
તેનું બરાબર સંચાલન સર્વત્ર નિયમીત થાય છે
સર્જન થતું પાલન થતું ને નાશ થાતો જાય છે
એમાં નિરંતર દિવ્ય સંગીત શ્રેયનું સંભળાય છે !
વાયુ વહે વરસાદ વરસે સાગરો ગર્જન કરે
વિધુત કરે ચમકાર પાવક ભસ્મ કરતો પરવરે
શશી સુર્ય તારા-તેજના અભિષેક અવિરત થાય છે
એમાં નિરંતર દિવ્ય સંગીત શ્રેયનું સંભળાય છે !
ઉભા હિમાલય આદિ ગિરિવર ગંગ શી સરિતા વહે
પશુપંખી ગણથી ધ્વનિ નિત નિત સઘન વન ગાજી રહે
સંધ્યા ઉષાના સ્વાંગ મનહર નિત નવા બદલાય છે
એમાં નિરંતર દિવ્ય સંગીત શ્રેયનું સંભળાય છે !
છો કર્મ યોગી, સાંખ્યયોગી; જ્ઞાની કે ધ્યાની હશે
સંસારનાં સુખ દુ:ખ યોગે તૃપ્ત કે સંતપ્ત એ
પણ એ સકળ પરમેશની ઇચ્છા તણો સમવાય છે
એમાં નિરંતર દિવ્ય સંગીત શ્રેયનું સંભળાય છે !
 

મૂળ પદ

આ સૃષ્ટી સહુ જડ-ચેતને ભરપુર શી ઉભરાય છે

રચયિતા

ત્રિભુવનભાઇ વ્યાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી