જીવનને તુચ્છ કરી નાખમાં હો જીવડા ૧/૧

૧/૧ ૬૭ જીવડા
 
જીવનને તુચ્છ કરી નાખમાં હો જીવડા !
જીવનને તુચ્છ કરી નાખમાં !
અંતરમાં રાગ દ્વેષ રાખમાં હો જીવડા !
જીવનને તુચ્છ કરી નાખમાં !
સદ્‌ગુણના સ્વચ્છ નીર મુકીને મીઠાં !
ગંદા ગટર નીર ચાખમાં હો જીવડા !
જીવનને તુચ્છ કરી નાખમાં ! (૧)
મુખની મીઠાશ તજી અમૃતથી અધિકિ !
ભુંડાઇના વેણ ભાખમાં હો જીવડા !
જીવનને તુચ્છ કરી નાખમાં ! (૨)
ભવ્ય ભરી સુંદરતા ઇશ્વરની અવનીમાં !
ઝેરીલી નજરે તું ઝાંખમાં હો જીવડા !
જીવનને તુચ્છ કરી નાખમાં ! (૩)
માનવનો દેહ મહા મોંઘો ચિંતામણી !
એને તું રોળ નહીં રાખમાં હો જીવડા !
જીવનને તુચ્છ કરી નાખમાં ! (૪) 

મૂળ પદ

જીવનને તુચ્છ કરી નાખમાં હો જીવડા

રચયિતા

ત્રિભુવનભાઇ વ્યાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ચેત સવેરા
Studio
Audio
0
0