આથમતી સંધ્યાને અજવાળે ઉભો હું, ૧/૧

 ૧/૧ ૬૮ ભુલતો નહીં

આથમતી સંધ્યાને અજવાળે ઉભો હું,
ટેકરીની તળેટીમાં રાહ તારી જોતો
ક્યારે ભેટું ને ભાવ હૈયાના ઠાલવું !
ઘડીકમાહીં હસંતો ને ઘડીકમાંહી રોતો !
ચડતે પહોરે તો કંઇ ચેતના ન જાગીને !
રખડપટ્ટીમાં રહી સાવ સમય ખોયો !
બપોરે વાયા ઉર ઉના ઉના વાયરા !
દાઝેલ દિલે તુને જોયો વા ન જોયો.
તારે જે વાસ વસ્યો તોય તને ભેટ્યો નહિ !
કહેવા શા દિલનાં દર્દ અંતરજામી !
અંધારી રાત પણ આવે છે ધસમસતી !
ભુલતો ન બિરુદ તારું કૃપાસિંધુ સ્વામી !
 

મૂળ પદ

આથમતી સંધ્યાને અજવાળે ઉભો હું,

રચયિતા

ત્રિભુવનભાઇ વ્યાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી