ધ્યેય નક્કી કહ્યો છે તમે જ મારો, તે કરાવી દેજો દઢ, તમે જ વ્હાલા, ૧/૧

ધ્યેય નક્કી કહ્યો છે તમે જ મારો, તે કરાવી દેજો દઢ, તમે જ વ્હાલા,
તમે કહ્યું હતુ ધ્યેય રાખો આવો,
ઇચ્છા મૂર્તિ વિના કાંઇ, ન રાખો વ્હાલા...ટેક
એક સંકલ્પ રાખજો મળવું મને, બીજો સંકલ્પ કાંઇ ન રાખો વ્હાલા,
મારી મૂરતિમાં, જોડાવું એક એવું,
તાન રાખીને જીવન, જીવોને વ્હાલા...૧
બીજો સંકલ્પ કાંઇ ન કરશો તમે, એમ રહેજો સદાયે પ્રસન્ન વ્હાલા,
બીજુ સર્વે તો, અમે સંભાળી લેશું,
કાંઇ કરવાનું નથી, તમારે વ્હાલા...૨
કર્તુમકર્તુમન્યથાકતુર્ં સમર્થ, એક મને જ માનોને "જ્ઞાન" વ્હાલા,
સદા આનંદમાં, રહોને તમે પ્યારા,
એમ બોલ્યા હતા હરિ, મારા વ્હાલા...૩

મૂળ પદ

ધ્યેય નક્કી કહ્યો છે

મળતા રાગ

હું નથી પૂછતો સમય કે હજી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી