આજ મળ્યા સહજાનંદ સ્વામી, ભવજળ સિંધુ ઝહાજરે ૧/૧

આજ મળ્યા સહજાનંદ સ્વામી, ભવજળ સિંધુ ઝહાજરે  ॥ટેક॥
ધર્મ ધુરંધર ધીર પધાર્યા, કરવા નિજજન કાજ રે
હાંક મહા અદભુત વજાડી, દાબ્યા દુષ્ટ સમાજ રે -આજ૦
દંભી પાખંડી ભ્રષ્ટ કુકર્મો, જેહ જગે કરતા જ રે
દુષ્ટ નમાવ્યા માન મરોડી, બડાબડા અધિરાજ રે -આજ૦
દિગ્વિજય કરી ચૌદભુવનમાં, બાંધી ભવજળ પાજ રે
શરણાગત બળવંત કર્યાં હવે, હાથ ઘસે જમરાજ રે -આજ૦
અનંત જન્મ અઘઓઘ પ્રજાળ્યા, જયજયજય મહારાજ રે
બેડાપાર કર્યા બહુ જીવો, જય ત્રિભુવન શિરતાજ રે -આજ૦

મૂળ પદ

આજ મળ્યા સહજાનંદ સ્વામી, ભવજળ સિંધુ ઝહાજરે

રચયિતા

ત્રિભુવનભાઇ વ્યાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી