હાં રે મરમાળા હો માવ, સાંભળો તમને શીખવું એક રીતડી ૨/૪

હાં રે મરમાળા હો માવ (૨) સાંભળો તમને શીખવું એક રીતડી...ટેક.
ગોવિંદ ગાજતે વાજતે તમે, આવજો મારે ઘેર;
	પાડ પાડોશી ગામનાં, મર જાણે બધું શહેર...મરમાળા૦ ૧
મંદિરમાંથી પાંસરા વ્હાલા, આવજો માણેક ચોક;
	સામી ઊંચી મેડીએ વહાલા, રહે છે મારી શોક...મરમાળા૦ ૨
જોશે આવી ગોખમાં તમને, રસિયા વારમવાર;
	કામણગારા નેણનાં તમે, મારજો બાણ હજાર...મરમાળા૦ ૩
આકળા થાજો મા વાલમા, ઊભા રહેજો એને બાર;
	પ્રેમસખી કહે સાનમાં, એને મનાવજો તમે હાર...મરમાળા૦ ૪
 

મૂળ પદ

હાં રે નંદજીના હો લાલ, વહાલા મારે ઘેર તમે આવજો

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ગૌતમ અંબાસણા
સારંગ
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

પરંપરાગત (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
2
0