મળી બુટોલપુરની માંહી કહે મયારાણી, સુણો નીલકંઠ વર્ણીન્દ્ર ૧/૧

મળી બુટોલપુરની માંહી કહે મયારાણી;
	સુણો નીલકંઠ વર્ણીન્દ્ર સુખદ મમ વાણી...મળી૦ ટેક.
કેમ ત્યાગ્યું તમે ઘરબાર ઉંમર છે છોટી;
	નથી જાણી મારા નાથ વાત છે મોટી...મળી૦ ૧
શોભે સુંદર માથે કેશ કોમળ છો અંગે;
	કેમ વિચરો મહા વનમાંહી નથી કોઈ સંગે...મળી૦ ૨
કર્યું બંધુ વર્ગે અપમાન ભોજાઈએ મેણું દીધું;
	થયો નાની વયમાં વૈરાગ્ય કુટુંબ તજી દીધું...મળી૦ ૩
લીધો બાળપણમાં ભેખ જુવાની છે ભારી;
	તમે પરણો સુંદર શ્યામ કે નૌતમ નારી...મળી૦ ૪
થયા તેના સારુ ખુવાર ઋષિ મુનિરાયા;
	પડયા દેવ તપસ્વી સિદ્ધ એવી એ માયા...મળી૦ ૫
ગયો સૌભરી કેરો ત્યાગ એકલશૃંગી લૂંટયા;
	પડયો નહુષ સ્વર્ગથી સોમ ગુરુ એથી ખૂટયા...મળી૦ ૬
શિવ બ્રહ્મા ને સુરરાય નારદ મુખ કાળું;
	દશમસ્તક કેરું કુળ શ્રીરામે સંહાર્યું...મળી૦ ૭
એમ જાણી પ્રીતમ પ્રાણ કેમ ન વિચારો;
	મુજ વિનતિને અલબેલ કરણમાં ધારો...મળી૦ ૮
ગ્રહો કુંવરી મારી દોય રાજા કરી સ્થાપું;
	ઘણાં ગામ દંતી ને આ પેદલ હું આપું...મળી૦ ૯
જ્યારે થાશે જોબન જોર પછે પસ્તાશો;
	મળી કોઈ વેરાગણ નાર લઈ ભાગી જાશો...મળી૦ ૧૦
મહા મર્મ ભરેલાં વાક્ય સુણી સુખધામી;
	બોલ્યા શુકજી જેવા કૈક કરું નિષ્કામી...મળી૦ ૧૧
નવ આવે જોબન જોર પાસ પસીનો અંગે,
	કરું વ્રત દૃઢ તપ હું નેમ અતિશે ઉમંગે...મળી૦ ૧૨
છે બંધુ વર્ગમાં સ્નેહ ભોજાઈ પણ તેવી;
	થયો નાની વયમાં વૈરાગ્ય માયા તજ્યા જેવી...મળી૦ ૧૩
કર્યા અસંખ્ય જીવ નાથે બહુ નિષ્કામી;
	કહે નારાયણમુનિદાસ ભજો બહુનામી...મળી૦ ૧૪
 

મૂળ પદ

મળી બુટોલપુરની માંહી કહે મયારાણી

મળતા રાગ

લાવણી ઢાળ : મારે મંદિર પધાર્યા શ્યામ

રચયિતા

નારાયણમુનિદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
1
0