મારા નેણાતણા શણગાર રે, મંદિર પધારો તમે માવજી રે ૧/૪

મારા નેણાતણા શણગાર રે, મંદિર પધારો તમે માવજી રે...ટેક.
	હાં રે વહાલા તમ રે વિના ગમતું નથી રે,
			મારા હરિવર હૈડાના હાર રે...મંદિર૦ ૧
	હાં રે વહાલા ચટક રંગીલી પહેરી ચાખડી રે,
			ઓરા આવોને પ્રાણઆધાર રે...મંદિર૦ ૨
	હાં રે વહાલા પ્યારી રંગીલી બાંધી પાઘડી રે,
			રૂડા ઝળકે સોનેરી મહીં તાર રે...મંદિર૦ ૩
	હાં રે વહાલા બ્રહ્માનંદ કહે હવે તમ વિના રે,
			મુને ઝેર થયો સંસાર રે...મંદિર૦ ૪
 

મૂળ પદ

મારા નેણાતણા શણગાર રે, મંદિર પધારો તમે માવજી રે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
8
8